×

ઇતિહાસ

દ્વારકા શહેર રાજ્યમાં સૌથી અગ્રણી પ્રદેશમાંના એક તરીકે સાબિત થયું છે. આ શહેર એક પવિત્ર શહેર તરીકે ગણવામાં આવે છે અને ઘણા બધા ધાર્મિક સ્થળો અહીં આવેલ છે. દ્વારકા મહાન ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તે ભગવાન કૃષ્ણના આદેશથી વિશ્વકર્મા દ્વારા બાંધવામાં આવ્યું હતું. 3138 બીસીની આસપાસ આ શહેર પાણીમાં ડૂબી ગયું હતું તેવું માનવામાં આવે છે. પરંતુ ત્યારબાદ પુરાતત્વીય સ્થાપકોની મદદથી સાથે આ શહેરનો ફરી વિકાસ થયો અને અસ્તિત્વમાં આવ્યું.

દેવભૂમિ દ્વારકા વિશે તા.૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જામનગરમાંથી વિભાજન થઇ, નર રચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની શરૂઆત થઇ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪ (ચાર) તાલુકા આવેલ છેઃ ભાણવડ, જામખંભાળીયા, ઓખામંડળ (દ્વારકા), તથા કલ્યાણપુર. ભાણવડમાં પૈરાણીક આશાપુરા મંદીર, નવલખો મહેલ, તથા સૂર્ય મંદીર ઘુમલી ખાતે આવેલ છે. ઉપરાંત ભાણવડમાં ઇન્દ્રેશ્વર મહાદેવ, ધીંગેશ્વર મહાદેવ, શનિદેવ, સોનકંસારી, વિકિયા વાવ જેવા જોવા લયાક સ્થળ છે. કલ્યાણપુર તાલુકામાં ઘણા બધા વિન્ડ ફાર્મસ આવેલા છે.