કુટુંબ કલ્યાણનું બીજુ નામ પરિવાર નિયોજન છે. નાનું કુટુંબ સુખી કુટુંબ એ સુત્રને ધ્યાને લઇને આ શાખાની કામગીરીની શરૂઆત થાય છે. પરિવારને નિયોજન કરવામાં આવે તો જ કુટુંબની અને રાષ્ટ્રની સુખાકારી વધે. એ બહુ જ સ્પષ્ટ છે કે, મૃત્યુ દર કરતાં જન્મદર ઉંચો હશે તો વસ્તી વધારો ફેલાતો રહેશે. અને જન્મ આપવો સહેલો છે પરંતું પાલન કરવું અધરૂં છે.
વસ્તી વધારો દેશના અર્થતંત્રને તોડી નાંખવા માટે પુરતો છે. જયાં સુધી વસ્તી વધારો ન રોકાય ત્યાં સુધી દેશને પ્રગતિના પંથે લઇ જવો શકય નથી. આમ ખૂબ જ નીચલા સ્તરથી શરૂ કરીને એટલે કે કુટુંબથી શરૂ કરી રાષ્ટ્ર સુધી આ કાર્યક્રમને એક સરખું મહત્વ આપવું ખુબ જ જરૂરી છે.